ટંકારાના હરિપર ગામે લેન્ડગ્રેબિંગ કેસમાં નિવેદન આપનાર આધેડને દાંતરડાના ઘા ઝીકાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરિપર (ભૂતકોટડા) ગામે રહેતા આધેડે બે વર્ષ પહેલા એક લેન્ડગ્રેબિંગ કેસમાં આરોપી વિરુદ્ધ મામલતદારને નિવેદન આપ્યું હોવાનો ખાર રાખી આરોપીએ સીમમાં આંતરી દાંતરડા વડે હુમલો કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરિપર ભૂતકોટડા ગામે રહેતા જસમતભાઈ મકનભાઈ ભાગીયાએ આરોપી રસિક વેલજીભાઈ ઢેઢી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે બે વર્ષ પૂર્વે સાહેદ મહાદેવભાઈ અરજણભાઈ ઢેઢીએ આરોપી રસિક વિરુદ્ધ પ્લોટ બાબતે લેન્ડગ્રેબિંગનો કેસ કર્યો હતો જેમા ફરિયાદી જસમતભાઈએ મામલતદાર સમક્ષ આરોપી રસિક વિરુદ્ધ નિવેદન આપ્યું હોય જેનો ખાર રાખી આરોપીએ સીમમાં કેનાલ વાળા રસ્તે આંતરી દાંતરડા વડે હુમલો કરી પાસળીમા ફ્રેક્ચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text