મોરબીમાં જલારામ જયંતીએ યોજાનાર શોભાયાત્રાને લઈ આજે રાત્રે મીટીંગનું આયોજન

- text


લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે રાત્રે 9-30 કલાકે રઘુવંશી સમાજની મીટીંગ મળશે

મોરબી : સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતી નિમિત્તે આગામી તારીખ 8 નવેમ્બર ને શુક્રવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય જલારામ બાપાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાને લઈને આજે મોરબી રઘુવંશી સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા યોજાનાર છે ત્યારે આ શોભાયાત્રાના આયોજનને લઈને આજે 24 ઓક્ટોબર ને ગુરુવારે રાત્રે 9-30 કલાકે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે મોરબીના રઘુવંશી સમાજની મીટીંગનું આયોજન કરાયું છે. આ મીટીંગમાં લોહાણા સમાજના તમામ હોદ્દેદારો, કમીટી મેમ્બરો, રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ઠીઓ તથા સર્વે રઘુવંશી વેપારીઓ મિત્રોને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

- text

8 નવેમ્બરના રોજ યોજાનાર શોભાયાત્રાનું પ્રસ્થાન જલારામ પ્રાર્થના મંદિરથી થશે અને ત્યારબાદ જુના બસ સ્ટેન્ડ, નહેરુ ગેઈટ ચોક, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, ચકીયા હનુમાન મંદિર, લોહાણા વિદ્યાર્થી ભુવન, રામ ચોક, સરદાર બાગ ખાતે કેક કટીંગ થશે, ત્યાંથી નવા બસ સ્ટેન્ડ થઈ બાપા સીતારામ ચોક ખાતે મહાઆરતી થશે અને શોભાયાત્રા પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં જોડાવવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text