આયુષ હોસ્પિટલમાં ચેતાતંતુની ગાંઠની સફળ સર્જરી, દર્દીને વર્ષો જુના દુઃખાવાથી મળી મુક્તિ

 

ન્યુરોસર્જન ડો. પ્રતીક પટેલે 28 વર્ષના યુવાનનું સચોટ નિદાન કરી ઓપરેશન કર્યું, આયુષમાન કાર્ડ હેઠળ દર્દીની આખી સર્જરી ફ્રીમાં થઈ

મોરબી : કમરથી પગ સુધીનો દુખાવો, નસમા કરંટ જેવી ઝણઝણાટી સહિતની સમસ્યાઓથી પીડાતા દર્દીના ચેતાતંતુમાં ગાંઠની સર્જરી આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ આખું ઓપરેશન આયુષમાન કાર્ડ હેઠળ ફ્રીમાં કરી આપવામાં આવ્યું છે.

દ્વારકા જિલ્લાના 28 વર્ષના મહમદ હુસૈનભાઈને ઘણા સમયથી ડાબી બાજુના પગમા કમરથી શરૂ થતો દુખાવો, નસમા કરંટ જેવી ઝણઝણાટી તેમજ પગમાં ખાલી ચડતી હતી. સાથે ચાલવામાં અને બેસવામાં પણ ખૂબજ તકલીફ થતી હતી. તેઓ દુખાવાથી ઘણા સમયથી પીડાતા હતા. જેથી તેઓએ આયુષ હોસ્પિટલ ખાતે ડો. પ્રતીક પટેલને બતાવવા આવ્યા હતા.

જેમણે MRI જોઈ કમરના મણકા પાછળ આવેલ ચેતાતંતુમાં ગાંઠ (spinal cord tumor) હોવાનુ નિદાન જણાવ્યુ હતું તેમજ ઓપરેશનની સલાહ આપી હતી. આ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરતા ગાંઠને સંપૂર્ણપણે કાઢી દર્દીની તમામ તકલીફ તેમજ ચિંતા દૂર કરી દીધી હતી. આ બધી જ સારવાર અને ઓપરેશન દર્દીને આયુષ્યમાન યોજના અંતર્ગત તદન મફતમા કરી આપવામાં આવ્યું હતું.

આયુષ હોસ્પિટલ
જુના બસ સ્ટેન્ડ પાસે,
સાવસર પ્લોટ, મોરબી
મો.નં.9228108108