મોરબીમાં પ્રસુતાઓ માટે શુક્રવારે ફ્રી મ્યુઝિક સેશનનું આયોજન 

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર પંચમુખી હનુમાન મંદિરની પાછળ માતૃકૃપા કોમ્પલેક્ષમાં આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભસંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે તારીખ 25-10-2024 ને શુક્રવારના રોજ પ્રસુતાઓ માટે ફ્રી મ્યુઝિક સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સેશનમાં પ્રેગ્નન્સી દરમ્યાન મ્યુઝિક અને તેનું મહત્વ, મ્યુઝિક શુ છે ? પ્રેગ્નન્સી દરમ્યાન સાંભળવા જોઈતા રાગો, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, બાળક અને માતા માટે મ્યુઝિકનું મહત્વ વગેરે વિશે માહિલાઓને સમજાવવામાં આવશે. આ સેશનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે ડો. નૂપુર મણિયાર મો. નં 8780546452 પર સંપર્ક કરવાનો રહેશે.

- text