રોટરી ક્લબ ઓફ મોરબી અને મોરબી પાલિકા દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન

- text


29 ઓક્ટોબરના રોજ મયુરપુલ નીચે યોજાશે હરિફાઈ

મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી અને મોરબી નગરપાલિકા દ્વારા તારીખ 29-10-2024 ને મંગળવારના રોજ બપોરે 2:30 થી સાંજે 6 કલાક દરમ્યાન મયુરપુલ, ઉપરની ફુટપાથ પર મોરબી ખાતે રંગારંગ મહોત્સવ “ઓપન મોરબી રંગોળી હરીફાઈ-2024નું આયોજન કરવામાં આવ્યું છે.

આ હરીફાઈ માટે રજિસ્ટ્રેશન ફી 100 રૂપિયા ભરવાની રહેશે. આ રંગોળી સ્પર્ધામાં ભાઈઓ, બહેનો અને બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધા બે અલગ અલગ કેટેગરીમાં થશે. કેટેગરી (1)માં 1 થી 15 વર્ષના અને કેટેગરી (2)માં 15 વર્ષથી ઉપરના લોકો ભાગ લઈ શકશે. બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને ત્રિતીય નંબર આપવામાં આવશે. રંગોળી માટે દરેક જરૂરિયાતની વસ્તુઓ સ્પર્ધકે સ્વખર્ચે લઇ આવવાની રહેશે. રંગોળીની સાઈઝ 4×4 ફૂટની રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એન્ટ્રી ફી 100 રૂપિયા સ્થળ પર આપવાની રહેશે. અને રજિસ્ટ્રેશન માટે રોટે. રષેશભાઈ મહેતા મો. નં. 98980 71475 તથા રોટે. બંસી શેઠ મો. નં. 93766 52360 પર સંપર્ક કરવાનો રહેશે.

- text

- text