નવયુગ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતાં તા.27એ ભૂતપૂર્વ છાત્રો અને શિક્ષકોનું સ્નેહમિલન

- text


5000 જેટલા વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકોનો મેળાવડો જામશે : ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન 60 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

મોરબી : નવયુગ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતાં તા.27એ ભૂતપૂર્વ છાત્રો અને શિક્ષકોનું સ્નેહમિલન યોજાશે. જેમાં 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકોનો મેળાવડો જામવાનો છે. આ વેળાએ ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન 60 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાશે.

નવયુગ ગ્રુપના વડા પી.ડી.કાંજીયાએ જણાવ્યું હતું કે નવયુગ સ્ફુલ 25 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. ત્યારે 7 ઓરડા હતા અને 600 વિદ્યાર્થી હતા. આજે 4 કેમ્પસ અને 6500 વિદ્યાર્થીઓ છે. આમ નાના છોડમાંથી નવયુગ સ્કૂલ આજે વટવૃક્ષ બની છે. આ નિમિતે તા.27ના રોજ શક્ત શનાળામાં પટેલ સમાજની વાડી ખાતે સાંજે 4:30 વાગ્યે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં 1999થી 2024 સુધીમાં અહીં અભ્યાસ કરી ચૂકેલા 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકોનું સ્નેહ મિલન યોજાશે. આ વેળાએ વિદ્યાર્થીઓના જુના ફોટો એલઇડીમાં બતાવવામાં આવશે. ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન છે તેવા 60 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

- text

આ ઉપરાંત તા.26ના રોજ સાંજે ન્યુ એરા પબ્લિક સ્કૂલથી રેલી યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ બસમાં બેસી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરથી રેલી સ્વરૂપે નિકળશે. આ રેલી નવયુગ પ્રિ સ્કૂલે પૂર્ણ થશે.

- text