મોરબીના નીચી માંડલથી મહેન્દ્રનગરના ધુળિયા રસ્તાથી વાહનચાલકો પરેશાન

- text


રોડનું બાકી કામ પૂર્ણ કરવા સિરામિક ઉદ્યોગકારોની માગ

મોરબી : મોરબીના નીચી માંડલથી મહેન્દ્રનગર સુધીના રસ્તાની હાલત ખૂબ જ ખરાહ હોય વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે અવાર નવાર ટ્રાફિકજામ થઈ જાય છે.

- text

આ અંગે સિરામિક ઉદ્યોગકાર નરેન્દ્રભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, નીચી માંડલથી મહેન્દ્રનગર સુધીના આ રસ્તા પર 100 જેટલા સિરામિક એકમો આવેલા છે. જેથી આ રોડ અતિ વ્યસ્ત રોડ છે. દરરોજ મોટી સંખ્યામાં વાહનો આ રોડ પરથી પસાર થાય છે. રોડનું કામ બાકી હોય આ રસ્તા પર ધુળ ઉડે છે. સાંજના સમયે ટ્રાફિકજામ વધુ સર્જાય છે. મોરબી-અમદાવાદને જોડતો આ રસ્તો છે. સિરામિકમાં આવતા ટ્રકો પણ ખરાબ રોડના કારણે ભાડા વધુ લે છે. આ રસ્તા પર અવાર નવાર અકસ્માતો પણ થાય છે. ચોમાસા બાદ રોડનું કામ અધુરું રાખી દેવામાં આવ્યું છે. જો બન્ને લેનનું કામ પૂર્ણ થઈ જાય તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે તેમ છે. તેથી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી સૌની માગ છે.

- text