મોરબી જિલ્લા પંચાયત યુપીએસસીની તૈયારી કરવા માટે છાત્રોને આપશે રૂ.15 હજારની સહાય

- text


કોલેજના પ્રથમ વર્ષના માત્ર 15 જ વિદ્યાર્થીઓની ટેસ્ટ દ્વારા થશે પસંદગી : સામાન્ય સભામાં પસાર કરાયો ઠરાવ

મોરબી : રાજ્યમાં સૌપ્રથમવાર મોરબી જિલ્લા પંચાયત યુપીએસસીની તૈયારી કરવા માટે છાત્રોને આપશે રૂ.15 હજારની વાર્ષિક સહાય આપશે. આ માટે સમાન્ય સભામાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે.

આ અંગે વિગતો આપતા ડીડીઓ જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં યુપીએસસીની તૈયારી કરવા માટે યુવાનો આગળ આવે અને તેઓને મદદ મળી રહે તે માટે તેઓને રૂ.15 હજારની વાર્ષિક સહાય આપવા જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. હાલ એક વર્ષ માટે જ આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગામી વર્ષે આ અંગે આયોજન કરવામાં આવશે.

- text

આ યોજના હેઠળ કોલેજના પ્રથમ વર્ષના 15 છાત્રોની ટેસ્ટ દ્વારા પસંદગી કરવામાં આવશે. બાદમાં તેને સહાય આપવામાં આવશે. આ સહાય વિદ્યાર્થીને યુપીએસસીનું મટીરીયલ લેવામાં તથા ઓનલાઈન ક્લાસની ફી ભરવામાં ઉપયોગમાં આવશે.

- text