LICની ઝડપી કામગીરી : મોરબીમાં યુવાનનું હાર્ટએટેકથી નિધન થતા રૂ 1 કરોડનો ક્લેઇમ ચૂકવ્યો

- text


મોરબી બ્રાન્ચની સરળ અને ઝડપી કામગીરી બદલ અદકેરું સન્માન કરાયું

મોરબી : ભારતીય જીવન વીમા નિગમની મોરબી બ્રાન્ચના એક પોલિસી ધારકનું નાની ઉમરમાં હાર્ટ એટેકથીથી અવસાન થયું હતું. આ અંગે તેમના વારસદારને મળી ને બધી કાર્યવાહી સરળતાથી અને ઝડપથી પૂરી કરીને એક કરોડ રૂપિયાનો કલેઇમ ચૂકવવામાં આવ્યો હતો.

આ અંગે તેમના MDRT એજન્ટ ભૌતિકભાઈ ગોસ્વામી, વિકાસ અધિકારી ભરતભાઈ રાચ્છ, બ્રાન્ચ મેનેજર શુભમભાઈ અને બ્રાન્ચના સ્ટાફ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ તકે રાજકોટ ડિવિઝન મેનેજર પ્રસાદભાઈ અને મેનેજર સેલ્સ સાપકલેભાઈ દ્વારા આ તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આજ રીતે લોકોને સેવા આપતા રહો એવો સંદેશ આપ્યો હતો.આ સમયે અચાનક ત્યાં આવી ચડેલા ફોરેનર લોકો પણ આ જોઈને LIC ની આવી સરસ કામગીરી વિશે જાણી ને પ્રભાવિત થયા હતા અને તેમને પણ અભીનંદન આપ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ વિશ્વ ની ટોચ ની વીમા કંપની મા સ્થાન ધરાવે છે અને ભારત સરકાર દ્વારા LIC માં કરેલ તમામ રોકાણ ની પૂરી ગેરંટી આપવામાં આવે છે. કોઈપણ વીમા કંપનીમા કલેઇમ સેટલમેન્ટ એ ખૂબ અગત્યની બાબત છે એમાં LIC હંમેશા અગ્રીમ હોય છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text