કતલખાને ધકેલાતા 85 પાડાઓનો જીવ બચાવી લેતી ટંકારા પોલીસ 

- text


મોરબી શનાળા ચોકડીએ ગૌસેવકોએ ટ્રક રોકવા પ્રયાસ કર્યો પરંતુ ટ્રક ચાલક નાસી જતા ટંકારામાં ઝડપાયો 

ટંકારા : મોરબી ગૌસેવકોની ટીમે શનાળા ચોકડી નજીક અબોલજીવોને ખચોખચ ટ્રકમાં ભરી કતલખાને ધકેલાઈ રહ્યા હોવાની જાણકારીને પગલે શનાળા ચોકડીએ ટ્રકને રોકવા પ્રયાસ કરતા આ ટ્રક ચાલક નાસી જતા ટંકારા પોલીસને બાતમી આપતા પોલીસે ટ્રક પકડી પાડી ટ્રકમાં ભરેલા 85 પાડાનો જીવ બચાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસને મોરબીના ગૌસેવકોએ બાતમી આપી હતી કે, એક ટ્રકમાં અબોલજીવો ભરીને કતલખાને ઘકેલાઈ રહ્યા છે. વધુમાં આ ટ્રકને શનાળા ચોકડીએ રોકવા પ્રયાસ કરતા ટ્રક ચાલક નાસી ગયો હતો અને રાજકોટ તરફ જતો હોય ટંકારા પોલીસને બાતમી આપી હતી. ગૌસેવકોની બાતમીને પગલે ટંકારા પોલીસે રોડ ઉપર ટ્રાફિક જામ કરી જીજે-12-બીવાય-2629 નંબરના ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી 85 જીવિત પાડા મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે આરોપી ટ્રક ચાલક દિલાવર અબ્દુલ પઠાણ રહે.અંજલીનગર, રોયલ સીટી, ભુજ વાળા વિરુદ્ધ પશુપ્રત્યે ઘાતકીપણું આચરવા મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text