સરા- આંબરડી- સુંદરી રોડ રૂ.8.80 કરોડના ખર્ચે નવો બનશે

- text


ધારાસભ્ય પ્રકાશ વરમોરાના પ્રયાસોથી સરકારે 11.80 કિમીના રોડના કામને આપી લીલીઝંડી 

હળવદ : સરા-આંબરડી-સુંદરી રોડને રૂ.8.80 કરોડના ખર્ચે નવો બનાવવાના કામને રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે. જે બદલ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો છે.

- text

આ રોડના કામને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2024-25 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રોડ 11.80 કિમીનો છે. રોડને 3.75 મીટરથી વધારીને 5.50 મીટર પહોળો કરાશે. જેથી આ રોડ ઉપર વાહન વ્યવહાર વધુ સરળ રીતે થઈ શકે. ઉપરાંત જંગલ કટિંગ, માટીકામ, મેટલિંગ, ડામર કામ, નાળા કામ સહિતના કામો પણ કરાશે.

- text