મોરબી જિલ્લામાં ભારે વરસાદથી તૂટેલા રસ્તા રિપેર કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ કરી લેખિત રજૂઆત

મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે નેશનલ હાઇવે, કોસ્ટલ હાઇવે, સ્ટેટ હાઇવે, તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તૂટી ગયા છે. ત્યારે આ રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ ચાલુ કરાવવામાં આવે તે માટે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

- text

કાંતિલાલ બાવરવાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં તૂટેલા રસ્તાઓના કારણે લોકો ખુબજ પરેશાન છે. ગામડે થી બીમાર માણસોને મોરબી શહેર સુધી પહોંચાડવા મુશ્કેલ છે અને જો પહોચે તો તે વધારે બીમાર થાય તેવી રસ્તાઓની સ્થિતિ છે. તેથી તાત્કાલિક ધોરણે આ બધા જ રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવામાં આવે. મોરબી જિલ્લાનો સિરામિક ઉદ્યોગ જયારે હજારો કરોડનો ટેક્ષ સરકારને આપે છે. ત્યારે તેની સામે પ્રાથમિક સુવિધા કેમ ના મળે? તેમ લોકોનું કહેવું છે. તેથી તાત્કાલિક આ રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમ કાંતિલાલ બાવરવાએ જણાવ્યું છે.

- text