મોરબી જિલ્લામાં કંપનીઓના પ્રદુષણથી ખેતી પાકને નુકસાન થતું હોવાની કિસાન સંઘની રજૂઆત

- text


પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત

મોરબી : મોરબી જિલ્લામાં ઘણી કંપનીઓ પ્રદૂષણ ફેલાવી આસપાસના ખેતી પાકને નુકસાન પહોંચાડતી હોવાની ફરિયાદ ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે પગલાં ભરવા માગ કરાઈ છે.

- text

ભારતીય કિસા સંઘ મોરબી જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં ઘણી કંપનીઓમાંથી નીકળતા ધુમાડા અને કેમિકલના કારણે આસપાસના ખેતરમાં ઉભો પાક સુકાઈ જાય છે. ખેડૂતો દ્વારા આ મામલે ઘણી વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કંપનીઓની મોટા માથા સાથે લાગવગ હોવાથી કે અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક થઈ જતી હોવાથી ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. હાલ ટંકારા તાલુકાના હડમતીયા, બંગાવડી, ટંકારાની લેખિત અરજી મામલતદાર, કલેક્ટર, ખેતીવાડી શાખા, પ્રદૂષણ બોર્ડમાં કરવામાં આવી છે. તેમ છતાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. તો આ મામલે તપાસ કરીને મોરબી જિલ્લાની આવી કંપનીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીંતર ખેડૂતોને સાથે રાખીને આગામી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

- text