મોરબીના ગૌરક્ષકોએ 90 પશુઓને કતલખાને જતા બચાવ્યા

- text


મોરબી : અવાર નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાતા હોય છે ત્યારે મોરબી અને વાંકાનેરના ગૌરક્ષકો દ્વારા ગત રાત્રે કતલખાને લઈ જવાતા 90 જેટલા પશુઓને બચાવીને સરાહનીય કાર્ય કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે, ગત રાત્રે મોરબી, વાંકાનેર અને કચ્છના હિન્દુ યુવા વાહિનીના સભ્યોને બાતમી મળી હતી કે કચ્છ થી જામનગર તરફ એક ગાડીમાં પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબની ગાડી કચ્છ માળિયાથી મોરબી તરફ આવતા તેનો પીછો કરીને ટંકારા રોકાવવામાં આવી હતી અને ગાડીમાં તપાસ કરતાં અંદર ક્રુરતા પૂર્વક 90 પાડા ભરેલા જોવા મળ્યા હતા. જેથી આ મામલે ટંકારા પોલીસ સ્ટેશને ગાડી કબજે કરી એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસનો પણ સાથ સહકાર મળ્યો હતો.

- text

- text