નવયુગ સાયન્સ કોલેજમાં યોજાઈ ફૂડ સ્પેશિયાલીટી ઓફ ગુજરાત ઇવેન્ટ

- text


બીએસસીના છાત્રો દ્વારા દરેક જિલ્લાની પ્રખ્યાત ફૂડ આઇટમોનું પ્રદર્શન કરાયું

મોરબી : નવયુગ સાયન્સ કોલેજના બીએસસીના વિદ્યાર્થીઓ દ્વારા સૌ પ્રથમ વખત ગુજરાતની વિસરાતી વાનગીઓ અને વિસરાતી સંસ્કૃતિને જાળવી રાખવા ” ફૂડ સ્પેશિયાલીટી ઓફ ગુજરાત”નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતના દરેક જિલ્લાની પ્રખ્યાત વાનગીઓ જેવી કે મહુડીની પ્રખ્યાત સુખડી, અમરેલીનો પ્રખ્યાત દૂધપાક, છોટા ઉદેપુરની પ્રખ્યાત રજવાડી થાળી, કચ્છની પ્રખ્યાત દાબેલી, લુણાવાડાનું પ્રખ્યાત મકાઈનું છીણ, વડોદરાનું પ્રખ્યાત સેવ- ઉસળ, ડાકોર ના પ્રખ્યાત ગોટા જેવી અનેક વાનગીઓનું તેના ઓરીજીનલ સ્વાદ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સાથે ગુજરાત જેના માટે વખણાય છે તે ફાફડા- જલેબી – ખમણ – ઢોકળા – થેપલાં તેમજ મગ – લાપસી, ચુરમાંના લાડુ, મોહનથાળ જેવી ગુજરાતી મીઠાઈ પણ રાખવામાં આવી હતી. જેની અંદર દરેક વાનગીઓનો ઓરિજિનલ સ્વાદ માણવા મળ્યો હતો.

- text

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક વિભાગીય વડા,દરેક વિભાગના શિક્ષકો તેમજ દરેક વિભાગના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા બીએસસી કોલજના આસિસ્ટન્ટ પ્રોફેસર ઉર્વિશા બગથરીયાએ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજિયા , મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ , કેમ્પસ ડાયરેક્ટર રાવલભાઈ તેમજ બીએસસી વિભાગના પ્રિન્સિપાલ વોરાભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.

- text