અંતે હળવદની સરકારી હોસ્પિટલને જનરેટર મળ્યું,હવે વીજળી ગુલ થયે અંધારા નહિ થાય

- text


 

રૂ.8 લાખના ખર્ચે 125 કેવીનું જનરેટર કાર્યરત કરાયું : રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને ધારાસભ્યની જહેમત ફળી

હળવદ : હળવદની સરકારી હોસ્પિટલમાં હવે વીજળી ગુલ થયે અંધારા નહીં થાય.કારણકે અહીં જનરેટર મુકવામાં આવ્યું છે.રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને ધારાસભ્યના પ્રયાસો સફળ રહેતા હવે 24×7 અહીં ક્યારેય વીજળીની સમસ્યા નહિ રહે.

હળવદ સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાલે એવું જનરેટર ન હોવાથી જ્યારે વીજળી ગુલ થતી ત્યારે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો.ખાસ ચોમાસામાં જ્યારે વીજ વિક્ષેપ પડતો ત્યારે હોસ્પિટલમાં અંધારા છવાઈ જતા હતા.આ સમસ્યા અંગે ફરિયાદો મળતા રોગી કલ્યાણ સમિતિના સભ્ય વિશાલભાઈ રાવલ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતનાઓએ સમસ્યા દૂર કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.

- text

આ પ્રયાસોને સફળતા મળતા હળવદ સરકારી હોસ્પિટલને જનરેટર મળ્યું છે.અહીં રૂપિયા 8 લાખથી વધુના ખર્ચે 125 કીલો વોલ્ટનું જનરેટર મુકવામાં આવ્યું છે.જેથી હવે ક્યારેય વીજળી સબંધિત કોઈ મુશ્કેલી નહિ સર્જાય.

 

- text