અર્પિત મહિલા ટ્રસ્ટ- મોરબી દ્વારા રાહત દરે મીઠાઈ-ફરસાણ અને નમકીનનું વિતરણ કરાશે

- text


મોરબી : દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રી અર્પિત મહિલા ટ્રસ્ટ- મોરબી દ્વારા રાહત દરે મીઠાઈ-ફરસાણ અને નમકીનનું વિતરણ કરવામાં આવશે. જેમાં કાજુ કતરી 800 રૂપિયે કિલો, બંગાળી મીઠાઈ 340 રૂપિયે કિલો, બટર સ્કોચ બરફી, ગુલાબ પાક, થાબડી અને ટોપરા પાક 280 રૂપિયે કિલો, મિક્સ ચવાણુ, ખટ્ટા મીઠા, પંચરત્ન તીખું ભુસુ, ચણાચોર, કચોરી, આલુ સેવ, ભાખરવડી, ફાફડી, ચંપાકલી, મેથી વણેલા 160 રૂપિયે કિલો આપવામાં આવશે.

- text

જે લોકોએ મીઠાઈ-ફરસાણ અને નમકીનની ખરીદી કરવી હોય તેમણે તારીખ 28 ઓક્ટોબર સુધીમાં બુકિંગ કરાવવું પડશે. ઓર્ડર લખાવવા માટે રંજનબેન ભાયાણી (મો.નં. 70160 04303), ધરમભાઈ (મો.નં. 90335 51000) પર વોટ્સએપ મેસેજ કરવા જણાવાયું છે. ઓર્ડરની ડિલેવરી તારીખ 29 ઓક્ટોબર ને મંગળવારના રોજ અર્પિત મહિલા ટ્રસ્ટ, ગુજરાત હાઉસિંગ, જ્ઞાનપથ સ્કૂલની સામે, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, મોરબી ખાતેથી કરવામાં આવશે.

- text