હળવદના દિઘડીયા ગામની સીમમાં ગૌ વંશ ઉપર એસિડ એટેક  

- text


ગૌ વંશ ઉપર નિર્દયતાભર્યા હુમલાથી ગૌ પ્રેમીઓમાં રોષ : આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવા માંગ 

હળવદ : હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમ વિસ્તારમાં વિડી તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સોએ ગૌવંશ ઉપર નિર્દયતાથી અત્યાચાર કર્યાની ઘટના સામે આવી છે. અહીં એક આખલા પર નરાધમોએ એસીડ એટેક કરતા ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આવા મૂંગા પશુઓ પર અત્યાચાર કરતા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

દિઘડિયાના વિડી તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઈ અજાણ્યા નરાધમ શખ્સોએ રાત્રિના સમયે આખલા પર એસિડ એટેક કર્યો હોવાથી આંખલાના શરીરનો મોટાભાગનો ભાગ અતિશય દાઝી જવાથી ગૌ પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે .અને આવા મૂંગા પશુઓ પર અત્યાચાર કરનાર શખ્સોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવવા માંગ કરવામાં આવી રહી છે.

- text

બનાવના પગલે દીઘડીયા ગામના ગૌ પ્રેમી રમેશભાઈ ચાવડીયા,મયુરભાઈ ભરવાડ,કાનાભાઈ દલસાણીયા અને અશ્વિનભા ગઢવી સહિતનાઓ ઘટના સ્થળે પહોંચી પશુ ડોક્ટરને બોલાવી જરૂરી સારવાર આપી રહ્યા છે. સાથે જ આંખલા પર વધુ પ્રમાણમાં એસિડ એટેક કરવામાં આવ્યો હોય જેથી આખલો ઉભો પણ થઈ શકતો ન હોય.જેથી હાલ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.

માલણીયાદ ગામે પણ ગૌવંશ પર હથિયાર વડે હુમલો

હળવદ તાલુકાના માલણીયાદ ગામે પણ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આંખલા પર કવાડી જેવા હથિયાર વડે હુમલો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેથી હળવદ પંથકમાં ગૌવંશ પર એસીડ અટેકના બનાવો તેમજ હથિયાર વડે થતા હુમલાઓ અટકે તે માટે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી છે.

- text