ટંકારામાં કુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો, 18ને ગંભીર બીમારી નીકળી

- text


ગંભીર બીમારી ડિટેકટ થઈ તેવા બાળકોને આગળની સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ટંકારા : જિલ્લા વિકાસ અધિકારી મોરબીની સૂચનાથી ICDS જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ICDS વિભાગમાં ચાલતા પોષણ અભિયાન અંતર્ગત ઘટક ટંકારા ખાતે અતિ અને મધ્યમ કુપોષિત બાળકોનું આરોગ્ય તપાસ કેમ્પ ડો. કુલદીપ દેત્રોજા paediatrician doctor -GMERS મોરબી, ટંકારા tho સ્ટાફ rbsuની ટીમ સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ટંકારા તાલુકાના કુલ 86 અતિ કુપોષિત બાળકો, 107 મધ્યમ બાળકો વાલીઓ અને આરોગ્ય વિકાસ કાર્યકર / વેડાગરે સાથે ઉપસ્થિત રહી બાળકોની તપાસ કરાવી હતી. અતિ કુપોષિત બાળકો પૈકી 18 બાળકોને ડો. કુલદીપ દેત્રોજા દ્વારા ગંભીર બીમારી સાથે ડિટેકટ કરી આગળની સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે રિફર કરવા જણાવવામાં આવ્યું.

આ કેમ્પમાં cdpo તેજલ ડેકાવડીયા, જિલ્લા icds nnm dc અશોકભાઈ, rbsu mo ડો. ચીવરાંગી પટેલ, ડો. અમિતા સનારીયા, તાલુકા આરોગ્ય વિકાસ સુપરવાઇઝર હિતેશ પટેલ તેમજ icds સુપરવાઈઝર, કોર્ડીનેટર અને કાર્યકર/તેડાગર ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text