મોરબી-રાજકોટ હાઇવે ઉપર રિક્ષાની રેસ કરતા શખ્સને પકડી પાડતી ટ્રાફિક પોલીસ

- text


મોરબી : મોરબી-રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે રોડ ઉપર CNG રીક્ષાની રેસ કરતા ચાલકને શોધી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાવી જિલ્લા ટ્રાફિક પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સોશિયલ મીડીયા પેજ ઉપર CNG રીક્ષા રેસ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તપાસ હાથ ધરતા જેમાં મોરબી-રાજકોટ હાઇવે રોડ શનાળા ગામ પાસે રોડ ઉપર એક CNG રીક્ષા ચાલક પોતાના હવાલાવાળી CNG રીક્ષા પુરઝડપે અને બેફીકરાઇથી તથા રેસ કરી ચલાવી નીકળતા, પોતાની તથા અન્ય રાહદારી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળેલ હોય, જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના CNG રીક્ષા રજી. નંબર-GJ-03-AX-4123 વાળા હોવાનું જણાય આવતા, વાહન e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી હતી. આ CNG રીક્ષા રજી. નંબર-GJ-13-AX-4123 સાથે અકરમશા હુશેનશા શાહમદાર ઉ.વ.૨૦ ધંધો.ડ્રાઇવીંગ રહે. વજેપર મેઇન રોડ જીતેન્દ્ર પાન પાસે મોરબીવાળાને શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી સદરહું CNG રીક્ષાના ચાલક મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.એમ.છાસીયા, પો.સબ.ઇન્સ. ડી.બી.ઠક્કર, પો.કોન્સ દેવાયતભાઈ ગોહેલ તથા ભાનુભાઇ બાલાસરા રોકાયેલ હતા.

- text