મોરબી – ટંકારામા પરપ્રાંતીયોને કામે રાખનાર અને મિલકત ભાડે આપનાર 7 દંડાયા

- text


મોરબી : મોરબી શહેર અને ટંકારા તાલુકામાં પરપ્રાંતીય માણસોને કામે રાખનાર તેમજ મિલકત ભાડે આપનાર આસમીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ પોલીસને જાણ ન કરતા વધુ સાત આસમીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો અને રહેવાસીઓ અંગે પોલીસને જાણ કરવી ફરજિયાત હોવા છતાં સિરામિક સિટીમાં ફ્લેટ ધરાવતા રવિ શામજીભાઈ કમાણી અને અર્પિત કિશોરભાઈ પલાણ તેમજ નવલખી રોડ ઉપર યમુના નગરમાં મકાન ધરાવતા મનોજસિંહ જયવીરસિંહ તોમરે બહારના રાજ્યના માણસોને મકાન ભાડે આપતા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. ઉપરાંત ત્રાજપર નજીક બહારના માણસને દુકાન ભાડે આપનાર સુરેશ વિક્રમભાઈ વરાણીયા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

જ્યારે મોરબી તાલુકા પોલીસે મકનસરમા મકાન ભાડે આપનાર મુકેશ ડાયાભાઇ પ્રજાપતિ, ટંકારા પોલીસે ભંગારના ડેલામાં બહારના માણસો કામે રાખનાર સાવરલાલ હરજીલાલ ગુર્જર તેમજ આર્યનગરમાં ભંગારનો ડેલો ધરાવતા મોહનલાલ છીતરજીભાઈ ગુર્જરે બહારના માણસોને કામે રાખી પોલીસને જાણ નહિ કરતા જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text