હળવદમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો : ખેડૂતોને મોટી નુકસાની 

- text


માર્કેટ યાર્ડમાં 50 જેટલા ખેડૂતોનો કપાસ પલળીયો : ધાંગધ્રા રોડ પર વધુ એક સ્ટ્રીટ લાઈટનો પોલ પડ્યો 

હળવદ : હળવદમાં આજે મોડી સાંજે એક ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે.આ વરસાદના કારણે સૌથી વધુ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.બીજી તરફ હળવદ યાર્ડમાં કપાસ વેચવા આવેલા 50 જેટલા ખેડૂતોનો કપાસ વરસાદના કારણે પલળી ગયો છે.જોકે ખેડૂતોની માંગને ધ્યાને લઈ યાર્ડ અને વેપારીઓ દ્વારા ખેડૂતોનો કપાસ આવતીકાલે હરરાજીમાં ખરીદી લેવા તૈયારી બતાવી છે.બીજી તરફ ધાંગધ્રા રોડ પર જર્જરી હાલતમાં રહેલો સ્ટ્રીટ લાઈટનો વધુ એક વીજપોલ પડ્યો હતો.

- text

ચોમાસાએ વિદાય લીધા બાદ પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રવિવારે હળવદના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આજે સાંજે હળવદમાં વરસાદ વરસ્યો હતો જેથી શહેરની બજારોમાંથી પાણી વહેતા થઈ ગયા હતા.જોકે આજે સાંજે 24 મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.વરસાદના કારણે હળવદ માર્કેટ યાર્ડમાં 50 જેટલા ખેડૂતોના કપાસના ઢગલા પલળી ગયા હતા.જેથી ખેડૂતોની માંગને ધ્યાને લઇ વેપારીઓએ ખેડૂતોનો કપાસ આવતીકાલે હરરાજીમાં ખરીદી લેવા તૈયારી બતાવી હતી.બીજી તરફ શહેરના દશામાના મંદિર થી ત્રણ રસ્તા સુધીના તમામ સ્ટ્રીટ લાઈટના પોલ જર્જરી થઈ ગયા હોય જે અવારનવાર જમીને દોસ્ત થઈ રહ્યા છે. જેમા આજે વધુ એક સ્ટ્રીટ લાઈટનો પોલ પડી ગયો હતો. જોકે સદનસીબે ત્યાંથી વાહનો પસાર ન થતા હોય જેથી જાનહાનિ ટળી હતી.

- text