મોરબીના અલગ અલગ કારખાનાઓમાંથી કોપર વાયરની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

- text


મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા

મોરબી : મોરબીના અલગ અલગ કારખાનાઓમાંથી કોપર વાયર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગના પાંચ શખ્સોને કૂલ 1 લાખ 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

મળતી વિગત પ્રમાણે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે ઘુંટુના સોના સિરામિક સામેથી પસાર થતી સીએનજી રીક્ષાને રોકી તપાસ કરતાં તેમાં પાંચ શખ્સો 100 કિલો કોપર વાયરના જથ્થા સાથે મળી આવ્યા હતા. આ જથ્થા બાબતે તપાસ કરતાં આ કોપર વાયરનો જથ્થો મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામની સીમમાં આવેલી યારા ડેકોરેટીવ પ્રા.લી. કંપનીમાંથી ચોરી કરેલો હોવાની કબૂલાત આપી હતી. જેથી પાંચેય શખ્સોને ઝડપીને પોલીસે વધુ પુછપરછ કરતાં તેમણે અગાઉ અલગ અલગ કારખાનાઓમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ઝડપાયેલા આરોપીઓ જીતેન્દ્ર પરમાર (રહે. મયારી, તા. કુતીયાણા, જિ. પોરબંદર, રિક્ષાચાલક), વિક્રમ અંબલીયાર (રહે ત્રાજપર ખારી, જિ. મોરબી), અમજદ પઠાણ (રહે, પાડાપુલ નીચે નદીમાં, મોરબી), રૂપસિંગ ઉર્ફે દિલીપ ભુરીયા (રહે. પાડાપુલ નીચે નદીમાં મોરબી), વિરેન રાઠોડ (રહે, નટરાજ ફાટક ઝુપડ્ડામાં મોરબી) અને ચોરીનો માલ રાખનાર ગુલામ ખોલુરા (રહે. ફુલગલી મોરબી) પાસેથી પોલીસે કૂલ 180 કિલો કોપર વાયર અને સીએનજી રિક્ષા મળીને કૂલ 1 લાખ 90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

- text

આરોપીઓએ ચાચાપરની ઓમેક્ષ પોલીપેકમાંથી 80 કિલો કોપર વાયર, છ મહિના પહેલા સાપર ગામની સીમમાં આવેલી દેવાન્ટો સિરામિકમાંથી 50 કિલો વાયર, દોઢ મહિના પહેલા ખેવારીયા ગામની સીમમાં આવેલી ટ્રોઈ પોલિપેકમાંથી 40 કિલો વાયર, 20 દિવસ પહેલા ચાચાપર ગામની ઓમેક્ષ પોલિપેકમાંથી 80 કિલો વાયર, પાંચ દિવસ પહેલા ઘુંટુ ગામની સીમમાં આવેલી લીવાન્ટો સિરામિકમાંથી 40 કિલો વાયર, બે મહના પહેલા નીચી માંડલ ગામની સીમમાં આવેલી લેવીજા સિરામિકમાંથી 40 કિલો વાયર અને પંદર દિવસ પહેલા જુના ઘુંટુ રોડ પર આવેલા સ્પેર કારખાનામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

- text