જિલ્લાના 4 ડેમમાં પાણીની આવક વધી

- text


મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-1 અને ડેમી-2 ડેમમાં પાણીની આવકમાં નોંધાયો વધારો 

મોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા આજે જિલ્લાના 6 ડેમોમાં સાંજે નવા પાણીની આવક શરૂ થઈ હતી. તેમાં પણ 4 ડેમોમાં રાત્રીના સમયે પાણીની આવક વધી ગઈ છે.

મચ્છુ 1 ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.હાલ ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જે સ્થિતિ યથાવત છે. મચ્છુ-2 ડેમમાં સાંજે 108 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 2 ઇંચ ખોલવામાં આવ્યો હતો. પણ હવે પાણીની આવક વધીને 1295 ક્યુસેક થતા 1 ગેટ 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. મચ્છુ 3 ડેમમાં સાંજે 235 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 3 ઇંચ ખોલવામાં આવ્યો હતો. પણ હવે પાણીની આવક વધીને 939 ક્યુસેકે પહોંચતા 1 દરવાજો 1 ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. ડેમી 1 ડેમમાં સાંજે 45 ક્યુસેક પાણીની આવક નોંધાય હતી. જે વધીને 107 ક્યુસેક થઈ ગઈ છે.

- text

ડેમી 2 ડેમમાં સાંજે 194 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 3 ઇચ ખોલવામાં આવ્યો હતો. હાલ પાણીની આવક વધીને 323 ક્યુસેકે પહોંચતા 1 ગેટ 5 ઈંચે ખોલવામાં આવ્યો છે. જ્યારે ડેમી 3 ડેમમાં સાંજે 129 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 3 ઈંચ ખોલવામાં આવ્યો છે. જે સ્થિતિ હાલ યથાવત છે. જ્યારે બ્રાહ્મણી 1, બ્રાહ્મણી 2, ઘોડાધ્રોઇ અને બંગાવડી ડેમમાં રાત્રીના 8 વાગ્યા સુધી પાણીની આવક નોંધાઈ નથી.

- text