મોરબીન કાલિકાનગર અને વેજીટેબલ રોડ ઉપર વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે કાલિકાનગરમા અને સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે કાલિકાનગર રોડ ઉપર ન્યુ કેવલ સ્ટોન ભરડીયા પાસે આરોપી સુરેશ મગનભાઈ ભલોડિયાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 25 બોટલ કિંમત રૂપિયા 3582 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીના ગેઇટ પાસેથી આરોપી અજીતસિંહ વિરેન્દ્રસિંહ ઝાલાને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text