હિન્દુઓનો પહેલો ધર્મ ગૌમાતાની સેવા કરવાનો : પૂ. શંકરાચાર્ય 

- text


 

મોરબીમાં પાંજરાપોળની 1100 વીઘા જેટલી જમીનનું નવીનીકરણ અને વિકાસ કાર્યનું શંકરાચાર્યજી પૂ. સદાનંદ સરસ્વતીજીના હસ્તે ખાતમુહૂર્ત

મોરબી : જગદગુરુ શંકરાચાર્યજી શારદાપીઠ પૂ. સદાનંદ સરસ્વતીજીના હસ્તે મોરબી પાંજરાપોળની 1100 વીઘા જેટલી જમીનનું નવીનીકરણ અને વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત જોધપર (નદી), મચ્છુ ડેમ-2 ની નજીક, છાત્રાલયની બાજુમાં, પૂજ્ય ભાણદેવજીના આશ્રમની પાછળ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શંકરાચાર્યજીની સભાનું આયોજન પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદના કારણે 10 -15 મિનિટ સભા સ્થળે હાજરી આપી અને કાર્યક્રમ ટૂંકાવ્યો હતો. પૂ. શંકરાચાર્યએ જણાવ્યું કે હિન્દુ હોવાનો પહેલો ધર્મ ગૌમાતાની સેવા કરવાનો છે. આ જગ્યાએ ખૂબ સારી ગૌસેવા કરવામાં આવી રહી છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે ટાઇગર કેમ્પેઇન, હરણ કેમ્પેઇન થયા તો ગાય માતા માટે પણ કેમ્પેઇનની જરૂર છે. ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો જોઈએ તેવી સરકાર સમક્ષ માગણી છે

આ સાથે કાર્યક્રમમાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા, સાંસદ કેસરિદેવસિંહ ઝાલા, વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણી, બ્રિજેશભાઈ મેરજા, કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સાથે અનેક દાતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text