આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની નવયુગ કોલેજનો ઉત્કૃષ્ટ દેખાવ

- text


મોરબી : 16 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત આંતર કોલેજ જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની નવયુગ કોલેજના 6 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બહેનો માટે કુલ બે ઇવેન્ટ આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિક અને રિધમિક જિમ્નાસ્ટિક રમાડવામાં આવી હતી. જેમાં આર્ટિસ્ટીક જિમ્નાસ્ટિકમાં પલ્લવી ભોરણીયાએ દ્વિતીય ક્રમાંક અને સ્વીટી દેલવાડીયાએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ કોલેજનું નામ રોશન કર્યું હતું. તેથી કોલેજના પ્રમુખ પી. ડી. કાંજીયાએ પ્રિન્સીપાલ, પી.ટી.આઇ હેત્વી સુતરીયા અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text