મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-2 અને ડેમી-3 ડેમના એક-એક દરવાજા ખોલાયા

- text


જિલ્લાના 6 ડેમોમાં પાણીની આવક નોંધાઈ, 4 ડેમોમાં કોઈ અસર નહિ

મોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા આજે જિલ્લાના 6 ડેમોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. જેને પગલે 4 ડેમોમાં એક-એક દરવાજા ખોલવામાં આવ્યા છે.

મચ્છુ 1 ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.હાલ ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. મચ્છુ-2 ડેમમાં 108 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 2 ઇંચ ખોલવામાં આવ્યો છે. મચ્છુ 3 ડેમમાં 235 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. ડેમી 1 ડેમમાં 45 ક્યુસેક પાણીની આવક નોંધાય છે.

- text

ડેમી 2 ડેમમાં 194 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 3 ઇચ ખોલવામાં આવ્યો છે. ડેમી 3 ડેમમાં 129 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ 3 ઈંચ ખોલવામાં આવ્યો છે. જ્યારે બ્રાહ્મણી 1, બ્રાહ્મણી 2, ઘોડાધ્રોઇ અને બંગાવડી ડેમમાં પાણીની આવક નોંધાઈ નથી.

- text