મોરબીમાં સાંજે દોઢ જ કલાકમાં દે ઘના ધન સાડા ત્રણ ઇંચ વરસાદ

- text


ઠેક-ઠેકાણે પાણી ભરાયા, અમુક દુકાનો-ઘરમાં પાણી ઘુસ્યા, અનેક રસ્તાઓ ઉપર ટ્રાફિક : વાંકાનેરમાં પણ પોણા બે ઇંચ વરસાદ પડ્યો :

મોરબી : મોરબીમાં આજે સાંજે મેઘરાજા દે ધનાધન તૂટી પડ્યા હતા. માત્ર દોઢ જ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતાં ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. તો મુખ્ય રોડ રસ્તા ઉપર પાણીના કારણે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા.

મોરબીમાં આજે સાંજે 5:45 7:15 સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સરકારી ચોપડે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના શનાળા રોડ, રવાપર રોડ, નહેરુગેટ ચોક, મહેન્દ્રપરા, વિશિપરા સહિતના વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા હતા. શનાળા રોડ ઉપર વાહનો બંધ થતા ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે હવે ફરી પાછા મોરબીમાં છંટા શરૂ થયા છે.

મોરબી ઉપરાંત જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વાંકાનેરમાં પણ સાંજે પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ટંકારામાં હળવા ઝાપટા તો માળિયા અને હળવદમાં સરકારી ચોપડે કોઈ વરસાદ નોંધાયો નથી.

- text

મોરબી પંથકમાં ટીંબડી, પાનેલી, ઘુંટુ, લક્ષ્મીનગર, બગથળા, જાંબુડિયા, બેલા, રફાળીયા, નવાગામ, હરિપર, કેરાળા, રંગપર, બંધુનગર, લીલાપર, કાંતિપૂર ઉપરાંત ટંકારાના હડમતીયા, લજાઈ, વાંકાનેરના ઢૂંવા, લુણસર, માટેલ સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ હતો.


સાંજે 8 વાગ્યા સુધીનો વરસાદ

ટંકારા – 10 mm

મોરબી – 87 mm

વાંકાનેર – 42 mm

માળીયા – નિલ

હળવદ – નિલ


- text