મોરબી, ટંકારા, વાંકાનેર અને માળિયા(મિ.) પંથકમાં સાંજે વરસાદી માહોલ જામ્યો

- text


મોરબી, ટંકારા, વાંકાનેર અને માળિયા(મિ.) પંથકમાં સાંજે વરસાદી માહોલ જામ્યો

અનેક ગામડાઓમાં પણ વરસાદ : ચોમાસાની સત્તાવાર વિદાય બાદ પણ વરસાદ ચાલુ, પાકને નુક્સાનીની ભીતિ

મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. આમ તો ચોમાસાની સતાવાર વિદાય થઈ ગઈ છે. છતાં વરસાદ વરસતો રહેતો હોવાથી પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

આજે સાંજના સમયે મોરબી શહેર અને રવાપર, શનાળા, લીલાપર, રફાળેશ્વર, લાલપર, નવા સાદુળકા, કાંતિપુર, બીલીયા સહિતના ગામડાઓમાં વરસાદ જામ્યો છે. આ ઉપરાંત ટંકારામાં નેકનામ, હમીરપર, વિરવાવ, જબલપુર, કલ્યાણપુર, ભૂતકોટડા, જીવાપર, હરબટીયાળી સહિતના ગામોમાં વરસાદ ચાલુ છે. માળિયા તાલુકામાં પણ હમણાં વરસાદ શરૂ થયો છે.પંથકના મોટાભાગના વિસ્તારો વરસાદ વરસી રહ્યો છે. આવી જ રીતે વાંકાનેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે હળવદ પંથકમાં આજે વરસાદ નોંધાયો નથી.

- text

- text