જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીએ ચોટીલાના જાની વડલાના ગોપાલ ધામ આશ્રમની મુલાકાત લીધી 

- text


ગોપાલ ધામ આશ્રમમાં યોજાનાર મહારુદ્ર યજ્ઞ અંગે ગોપાલગીરી બાપુને શુભેચ્છા પાઠવી 

ચોટીલા : ચોટીલા જાની વડલા, નાની મોલડી ખાતે આવેલા ગોપાલ ધામ આશ્રમમાં જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી પધાર્યા હતા. ગોપાલ ધામ આશ્રમ ખાતે આગામી મહિને યોજાનાર 251 કુંડી મહારુદ્ર યજ્ઞ પહેલાં જગતગુરુ શંકરાચાર્યજીએ આશ્રમની મુલાકાત લીધી હતી અને તમામ તૈયારીઓ નિહાળીને આશ્રમના મહંત ગોપાલ ગીરી બાપુને શુભેચ્છા પાઠવી હતી.

- text

ગોપાલધામ આશ્રમની મુલાકાતે પધારેલા જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીનું ગોપાલધામ આશ્રમ ખાતે મહંત ગોપાલગીરી બાપુ અને ભક્તોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. ગોપાલગીરી બાપુએ શંકરાચાર્યજીના આશીર્વાદ લીધા હતા અને આગામી તારીખ 15 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી યોજાનાર 251 અંગે શંકરાચાર્યજીને માહિતી આપવામાં હતી. આ તકે જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, મનુષ્ય પાસે તમામ શક્તિઓ રહેલી છે આ શક્તિઓને જાગ્રત કરવાની જરૂર છે. મનુષ્યની અંદર રહેલી શક્તિઓ સંતો, મહંતો, સાધુઓ આવા યજ્ઞ અને કથાઓ કરીને જાગ્રત કરતા હોય છે. ત્યારે આવા ધાર્મિક કાર્યોમાં મનુષ્યએ તન-મન-ધનથી જે થઈ શકે તે સેવા કરવી જોઈએ.

- text