મોરબી સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી, ખેડૂતો પાયમાલ

- text


રાજકોટના લોધિકામાં પોણા પાંચ ઈંચ : મોરબી મેંદરડા અને માળીયા હાટીનામાં સાડાત્રણ ઈંચ

મોરબી : રાજ્યના ચોમાસાની સતાવાર વિદાય વચ્ચે પણ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે રવિવારે બપોર બાદ મેઘરાજાએ આકરો મિજાજ બતાવી ગાજ વીજ સાથે સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ લોધિકામાં પાંચ ઈંચ જેટલો તો મોરબી, મેંદરડા અને માળીયા હાટીનામાં સાડા ત્રણ – ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

રવિવારે મેઘરાજાએ રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, અમરેલી, કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસાવ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ રવિવારે સવારે 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં એક મીમીથી લઈ 117મીમી વરસાદ વરસ્યો હતો.

- text

રવિવારે રાત્રીના 8 સુધીમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 117 મીમી, જૂનાગઢના માળીયા હાટીનામાં 89 મીમી, મોરબીમાં 87 મીમી, જૂનાગઢના મેંદરડા 83 મીમી,અમરેલીના કુંકાવાવ વડીયામા 75 મીમી, કલાવડમાં 64 મીમી, પોરબંદરના રાણાવાવમા 63 મીમી, રાજકોટમાં 62 મીમી, દ્વારકાના કલ્યાણપુરમાં 55 મીમી,સુરેન્દ્રનગરના થાનગઢના 53 મીમી, જૂનાગઢમાં 51મીમી, વાંકાનેરમાં અને બોટાદના ગઢડામાં 42 – 41 મીમી સહિત સૌરાષ્ટ્રમા અષાઢી માહોલ વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.

જુઓ કયા ? કેટલો ?વરસાદ વરસ્યો

06.00 TO 20.00 HRS RAINFALL DATA DT.20.10.2024

- text