મોરબી અને ટંકારા તાલુકામાં જાહેરનામા ભંગ સબબ કારખાનેદાર – મકાન માલિક પોલીસની ઝપટે

- text


પરપ્રાંતિયોને કામે રાખનાર તેમજ મિલકત ભાડે આપનાર વધુ 6 વિરુદ્ધ ગુન્હો

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખનાર તેમજ મિલકત ભાડે આપનાર લોકોએ પોલીસને જાણ કરવી ફળજીયાત હોવા છતાં નિયમભંગ કરવામાં આવી રહ્યો હોય મોરબી અને ટંકારા તાલુકા પોલીસે વધુ છ આસમીઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામે પરપ્રાંતીયને મકાન, દુકાન ભાડે આપનાર અશોક તુલસીભાઈ ડાભી, લાલપર ગામની સીમમાં મસાજ પાર્લર માટે જગ્યા ભાડે આપનાર સાગર ચંદુભાઈ બોરાણા અને મકનસર ગામે દુકાન – મકાન ભાડે આપનાર હરદેવસિંહ જીલુભા ઝાલા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે ટંકારા પોલીસે ખજૂરા હોટલ પાસે સિમેન્ટના કારખાનામાં પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખનાર વિનોદ ગાંડુભાઈ વેકરિયા, લજાઈ ગામે સ્પોન્સર કારખાનામાં મજૂરોને કામે રાખનાર જીતેન્દ્ર કરશનભાઇ પડાયા અને ટંકારા નજીક આવેલ કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખનાર હિન્દુસિંહ કુમ્પસિંહ ઈંદા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text