માળીયા મિયાણા ગામે જુના ઝઘડાના ખારમાં યુવાનને માર મરાયો

- text


મોરબી : માળીયા મિયાણા ગામે ત્રણેક મહિના પહેલાના ઝઘડામાં ત્રણ શખ્સોએ યુવાનને લાકડાના ધોકા વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા ગામના ત્રણ રસ્તા પાસે ત્રણેક મહિના જુના ઝઘડામાં ફરિયાદી સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઈ કટિયા નામના યુવાનને આરોપી મોસીન ઉર્ફે ડિકો સંઘવાણી, સાજીદ સાઉદીનભાઈ જેડા અને જાવેદ હાજીભાઈ જેડા નામના શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી ફ્રેક્ચર કરી નાખતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text