મોરબીમાં રીઢો બાઇકચોર પકડાયો : અધધધ 17 ચોરીના ભેદ ખુલ્યા

- text


એલસીબીની કાર્યવાહી : 16 બાઇક કબ્જે પણ કર્યા : પકડાયેલા શખ્સે મોરબી જિલ્લામાંથી 6 બાઇક ચોર્યાનું ખુલ્યું

મોરબી : મોરબી એલસીબીએ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરતા રાજસ્થાનના એક રીઢા ચોરને કુલ-૧૬ મોટર સાયકલો સાથે પકડી પાડી બાઇક ચોરીના ૧૭ અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરી કુલ કિ.રૂ.૬,૦૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસના ટેકનીકલ સ્ટાફે શંકાસ્પદ ઇસમોના ફોટાઓ તથા વીડીયો ફૂટેજ જાહેર કર્યા હતા. એલસીબી ટીમને બાતમી મળેલ કે એક શંકાસ્પદ શખ્સ નવલખી ફાટક તરફથી શનાળા બાયપાસ તરફ જઇ રહ્યો છે. જેના આધારે ટીમે હરીશભાઇ મોહનલાલ કાનારામ પુનીયા ઉ.વ.૨૮ રહે. જી.બાડમેર (રાજસ્થાન)વાળાને પકડી પૂછતાછ કરતા યોગ્ય જવાબ મળ્યા ન હતા. બાદમાં પોકેટ કોપ મારફતે સર્ચ કરતા બાઇક ચોરીનું હોવાનું ખુલ્યું હતું. બાદમાં પુછપરછ કરતા પોતે આ બાઇક આજથી આશરે ચારેક માસ પહેલા મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટ પાસેથી ચોરી કરી લીધેલ હતુ તેવું કબુલ્યુ હતું.

આ સીવાય તેણે મોરબી રાજકોટ, રાધનપુર તથા થરાદ એમ અલગ-અલગ જગ્યાએથી અલગ- અલગ સમયે કુલ ૧૭ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા જે ગુનાઓના તમામ મોટર સાયકલ કબ્જે કરી આ બાબતે ખરાઇ કરતા મોરબી જિલ્લામાં ૬ બાઇક તથા રાજકોટ શહેરમાં ૪, પાટણ જિલ્લામાં ૩, બનાસકાંઠા જિલ્લામાં ૪ મળી કુલ-૧૭ ગુનાઓ રજીસ્ટર થયેલ હોય જેથી પકડાયેલ આરોપી પાસેથી કુલ-૧૬ મો.સા. ચોરીના ગુનાના કામના મોટર સાયકલો જેની કુલ કિ.રૂ. ૬,૦૫,૦૦૦/- નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ (૧) મુજબ કબ્જે કરી મજકૂર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પોસ્ટમાં સોંપી આપેલ છે.

- text

આ આરોપી રાજકોટ શહેર તથા મોરબી વિસ્તારમાં છેલ્લા છ-સાત વર્ષથી કામ કરતો હોય અને શહેરની ભૌગોલીક સ્થીતિથી વાકેફ હોય તેમજ તેની આર્થીક સ્થિતિ ખુબજ નબળી હોય તેમજ તે નશો કરવાની ટેવ વાળો હોય જેના ખર્ચને પહોંચી વળે તેમ ના હોય જેથી પોતાના વતનમાંથી બસમાં બેસી ગુજરાતના મોરબી, રાજકોટ બનાસકાંઠા તથા પાટણ એમ અલગ-અલગ જિલ્લાઓમાંથી બાઇક ચોરી કરતો હોવાનું ખુલ્યું છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ પી. પંડયા, PSI કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા ટેકનીકલ કામગીરી કરતા પો.સ્ટાફના માણસો, પોલીસ હેડ કોન્સ બળદેવભાઇ વાનાણી તથા પો.કોન્સ કૌશીકભાઈ નણવર તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો રોકાયેલ હતા.

- text