કાલાવડ પંથકમાં પાંચથી છ ઈંચ વરસાદ વરસતા ખેડૂતોના પાકનો સફાયો

- text


ખેતરોમાં મગફળીના ઉપડેલા પાથરા વચ્ચે નદીઓ વહી

મોરબી : છેલ્લા પાંચેક દિવસથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રવિવારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાએ પાંચથી છ ઈંચ જેટલો વરસાદ વરસાવતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે, એક તરફ ખેતરમાં મગફળીના પાથરા પડયા હતા ત્યારે જ ધોધમાર વરસાદ વરસતા ખેતર નદી સમાન બની ગયા હતા અને મગફળીના પાથરા તણાઈ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.

- text

રવિવારે કમોસમી વરસાદને કારણે કાલાવડ તાલુકાના નવાગામ, ધુનધોરાજી, ઉમરાળા, મકરાણી સણોસરા, સરવાણીયા, મોટા પાંચદેવડા, નાના પાંચદેવડા, છતર, બોડી, મછલીવડ, સનાળા, જામવાડી, મોટીવાવડી, હકુમતી સરવાણીયા, ટોડા, ફગાસ, માછરડા, ભંગડા, હરિપર મેવાસા, રિનારી, જાલણસર, અરલા ગામોમા ખેડુતોનો પાક સંપુર્ણપણે નાશ પામ્યો હતો. ગામે ગામથી સરપંચો દ્વારા આવી સ્થિતિમાં સરકાર સર્વે કરવાને બદલે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.

- text