મોરબીની લાભદીપ સોસાયટીમાં 4 જુગારી પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાવડી રોડ ઉપર આવેલ લાભદીપ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જયંતીલાલ સવજીભાઇ કાવઠીયા, જગદીશભાઇ અણદાભાઇ આલ, હુશેનભાઇ ગફારભાઇ માલાણી અને ગુલજલ ઉર્ફે ગુલો સુમારભાઇ જેડાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,200 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text