મોરબીમાં રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ચાંદીના દાગીના તફડાવનાર ત્રિપુટી પકડાઈ

- text


જોકર, રાવડી અને બેરાએ એક મહિના પહેલા એક મહિના પહેલા મોરબીમાં રાજકોટના વેપારી સાથે કળા કરી હતી

મોરબી : મોરબીમાં એકાદ મહિના પહેલા વિજય ટોકીઝ પાસે રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં તફડંચી કરતી ગેંગે રાજકોટના ચાંદીના વેપારીને નિશાન બનાવી 1.40 કિલોગ્રામ ચાંદીના દાગીના તફડાવી લેતા મોરબી એલસીબી ટીમે ત્રિપુટીને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.29સપ્ટેમ્બરના રોજ રાજકોટના રહેવાસી ચાંદીના દાગીનાના વેપારી જયસુખભાઈ બચુભાઇ લખતરિયા રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે વિજય ટોકીઝ પાસેથી ગઠિયા ગેંગે ચાંદીના માછલી કૈડા, હાથની કડલી, સાકળા સહિત 1.40 કિલોગ્રામ ચાંદીના દાગીના ચોરી જતા રીક્ષા ચાલક અને ત્રણ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં તફડંચી કરતી ગેંગના અજયભાઇ ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી, રહે.રાજુલા વાવેરારોડ, જી.અમરેલી, જોરૂભાઇ ઉર્ફે જોકર જશુભાઇ બારીયા, રહે.મહુવા મજુર કલ્યાણ કેન્દ્રની પાછળ નુતનનગર તા.મહુવા જી.ભાવનગર અને આરોપી રાકેશભાઇ ઉર્ફે રાવડી રમેશભાઇ સોરઠીયા રહે.મહુવા નુતનનગર મજુર કલ્યાણ કેન્દ્રની પાછળ તા.મહુવા જી.ભાવનગર વાળાને પકડી પાડતા આરોપીઓએ મોરબીમાં ગુન્હો આચર્યાની કબૂલાત આપી અન્ય આરોપી આકાશ જયંતિભાઇ સોરઠીયા રહે. મહુવા જી.ભાવનગર વાળાની સંડોવણી કબૂલી હતી.

- text

વધુમાં આરોપીઓ ઓટો રીક્ષાના નંબર ન દેખાય તે સારૂ નંબર પ્લેટ ઉપર ફુલનો હાર અથવા લાઇટ ફીટ કરી અથવા કપડુ બાંધી શહેરી વિસ્તારમાં નિકળી એકલ-દોકલ પુરૂષોને રીક્ષામાં પાછળની શીટમાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડ રકમ, દાગીના સેરવી ચોરી કરી લેવાની ટેવ વાળા હોવાનું સામે આવ્યું છે.

હાલમાં મોરબી એલસીબીએ પકડાયેલ તસ્કર ત્રિપુટી પાસેથી ચાંદીની પગની વીંટીઓ, માછલી, કઇડા ચેઇન વાળા વજન ૫૦૦ ગ્રામ, નાના છોકરના હાથની કડલી જોડી નંગ-૨૦ વજન ૨૩૦ ગ્રામ પગના સાંકળાના આંકડીયા વજન ૩૧૦ ગ્રામ મળી કુલ ચાંદી ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦ તેમજ રોકડા રૂપીયા-૨,૦૦૦ અને સી.એન.જી. રીક્ષા નંબર- GJ-01-TH-3564 કિ.રૂ.૭૦,૦૦૦ ઉપરાંત લાવા કંપનીનો મોબાઇલફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦ મળી કુલ રૂ. ૧,૬૫,૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text