વરસાદ પડતા જ મોરબી શહેરમાં અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ 

- text


મોરબી : મોરબી શહેરમાં આજે સાંજના સમયે વરસાદ પડ્યો હતો. જો કે વરસાદ પડતા જ મોરબી શહેરના અનેક મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. વરસાદના પગલે મોરબી શહેરના શનાળા રોડ, મેઈન બજાર, રવાપર રોડ, અયોધ્યાપુરી રોડ, સ્ટેશન રોડ સહિતના મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

- text

વરસાદ બાદ ટ્રાફિક જામ થઈ જતા રસ્તાઓ પર ઠેર ઠેર વાહનોના પપ્પા લાગી ગયા હતા. સાંજના સમયે ધંધા-વ્યવસાય અને નોકરીએથી ઘરે જઈ રહેલા અનેક લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. આ ટ્રાફિક જામના કારણે ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક ક્લીયર કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

- text