મોરબી શહેરમાં મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો 

- text


મોરબી : ચોમાસાએ વિધિવત વિદાઈ લઈ લીધી છે. પરંતુ વરસાદ હજુ વિદાઈ લેવાના મૂડમાં ન હોય તેમ મોરબી જિલ્લા છેલ્લા સપ્તાહથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે શનિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મોરબી શહેરમાં અડધો કલાક સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

મોરબી શહેરમાં સાંજે 6.40 વાગ્યા બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. તેમજ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી. સાંજના સમયે અચાનક ભારે વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જ્યારે આજે સાંજે નગર દરવાજા ચોકમાં નગરપાલિકાના રોડ રસ્તાના કામોના ખાધ મુહર્તનો કાર્યક્રમ પણ ભારે વરસાદના પગલે રદ કરવામાં આવ્યો હતો.

- text

- text