શિક્ષકોનો બદલી કેમ્પ યોજવા વાંકાનેરના ધારાસભ્યને શિક્ષક સંઘની રજૂઆત

- text


વાંકાનેર : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100% જિલ્લાફેર બદલી કેમ્પમાં બતાવી ઓનલાઈન/ઓફલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજવા બાબતે વાંકાનેર/કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આજે તારીખ 19 ઓક્ટોબર ને શનિવારના રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા અને મહામંત્રી નજરુદ્દીનભાઈ માથકિયાના નેતૃત્ત્વ હેઠળ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્યો, સહમંત્રી જૈનુલઆબેદ્દીનભાઈ બાદી, મીડિયા પ્રચાર મંત્રી ધવલભાઈ મહેતા, કોપ સદસ્ય નરેન્દ્રભાઈ કાલરિયા તથા વાંકાનેર તાલુકાના શિક્ષક મિત્રોએ ટાઉનહોલ, માર્કેટ ચોક વાંકાનેર ખાતે વાંકાનેર/કુવાડવા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100% જિલ્લાફેર બદલી કેમ્પમાં બતાવી ઓનલાઈન/ઓફલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર જ વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજૂઆતને સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જીતુભાઈ સોમાણી વતી તેમના પ્રતિનિધિ રમેશભાઈ વોરાએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું.

- text

- text