મોરબીના સામા કાંઠે આવેલા શિવ પેલેસ પર વીજળી પડી 

- text


મોરબી : મોરબી શહેરમાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં મોરબી શહેરમાં વીજળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે. મોરબીના સામાં કાંઠે ત્રાજપર ચોકડી પાસે એસ્સાર પેટ્રોલ પમ્પ સામે આવેલા શિવ પેલેસના લિફ્ટના રૂમ ઉપર વીજળી પડી હતી. જેના કારણે રૂમની છત પર નુક્સાન થયું છે. જો કે વીજળી પડવાથી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ વીજળી પડતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

- text

- text