કોંગ્રેસ નેતાની કાંતિભાઈ અમૃતિયાને અપીલઃ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ધર્મસભામાં ઠરાવ કરો

- text


ગાયમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સરકારમાં રજૂઆત માટે ધર્મસભામાં ઠરાવ કરાવો

મોરબી : મોરબીમાં પાંજરાપોળ ખાતે આજે ધર્મસભા મળી રહી છે ત્યારે ધર્મસભા પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અપીલ કરી છે કે તેઓ ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સરકારમાં રજૂઆત કરવા માટે ધર્મસભામાં ઠરાવ કરે.

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ધર્મસભા મળી રહી છે. આ ધર્મસભામાં મોરબીના ગૌરક્ષકકો હાજર રહેવાના છે. ધર્મસભામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે કોંગ્રેસ નેતા રમેશભાઈ રબારીએ જણાવ્યું છે કે, મોરબી જિલ્લાની પ્રજાની લાગણી અને માંગણી છે કે, ગુજરાત સરકાર વિધાનસભામાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે આ ઘર્મસભામાં જગદગુરુ શંકરાચાર્યજીની હાજરીમાં એક ઠરાવ કરી મોરબીના ધારાસભ્ય પ્રજાની વચ્ચે કહે કે, હું આગામી વિધાનસભામાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મૂકાવવા વિધાનસભામાં એક પ્રસ્તાવ લાવીશ.

- text

- text