મોરબી સબ જેલ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી સબ જેલ ખાતે બંદીવાન ભાઇઓ તથા બહેનો માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમ્યાન બંદિવાનોનું સ્વાસ્થ્ય સારુ રહે તે હેતુસર મોરબી સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ડો.અતુલ ભોરણીયા (ફિઝીશિયન), ડો.ધર્મેશ જાલન્ધ્રા (ઓર્થોપેડીક સર્જન), ડો,નિશીત પટેલ (જનરલ સર્જન), ડૉ.હિરલ ભાલોડીયા (ઓપ્થોમોલોજી), ડો.સાજન નામેરા (ઈ.એન.ટી), ડો.સેજલ ભાડજા(ડર્મેલોજીસ્ટ), ડૉ.ભવ્ય ભાલોડીયા (ફિઝીસીસ્ટ) આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. જે મેડીકલ કેમ્પ અંતર્ગત 250 જેટલા બંદીવાનો તેમજ કેદીઓનુ મેડીકલ ચેકઅપ કરી મેડીકલ કેમ્પને સફળ બનાવેલ હતો.

આ કેમ્પનો સફળ બનાવવા માટે જેલ અધિકક્ષક એસ.વી.ચુડાસમા, જેલર એ.આર.હાલપરા તથા તમામ જેલસ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text