મોરબીથી ટંકારા હાઇવેને રીપેરીંગ કરવા સામાજીક કાર્યકરની મુખ્યમંત્રીને રજુઆત

- text


મોરબી : મોરબીથી ટંકારા વચ્ચે હાઇવેને રીપેરીંગ કરવાની માંગ સાથે વિરપરના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

તેઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી – રાજકોટ રોડ ઉપર ખાડા પડેલ છે. મોરબીથી ટંકારા સુધીનો રસ્તો અતિ બિસ્માર ખરાબ હાલતમાં છે જેને લીધે અવાર નવાર અકસ્માત થાય છે. નાગરીકો અકસ્માતનો ભોગ બને છે. જયાં ખાડા પડેલ છે ત્યાં પેવર બ્લોક નાંખી ખાડા બુરેલ છે. જેને લીધે ટુ વ્હીલર ચાલકો સ્લીપ થાય છે. રોડની સાઈડમાં ધોવાણને લીધે કપચી પથરાયેલ છે. મોટા વાહનો આ રોડ ઉપરથી પસાર થાય ત્યારે ટુ વ્હીલર ચાલકો કપચીનાં લીધે સ્લીપ થાય છે અને અકસ્માતનો ભોગ બને છે. આ ઉપરોકત પરિસ્થિતિમાં જો માર્ગ-મકાન વિભાગ દ્વારા વહેલી તકે મરામત – રીપેરીંગ થાય તે ખુબ જ અનિવાર્ય છે – અત્યંત જરૂરી છે.

- text

તાજેતરમાં રાજય સરકારે ચોમાસા દરમ્યાન દર વર્ષે ધોવાણ થતાં ૨૦ રસ્તા ને આર.સી.સી. કરવા માટે નિર્ણય કરેલ છે તો આ મોરબી-ટંકારા રોડને આર.સી.સી. કરવો જરૂરી છે તો આર.સી.સી. રોડ બનાવવામાં આવે તેવી માંગણી છે.

- text