સાંદિપની ઈંગ્લીશ સ્કૂલ હળવદના વિદ્યાર્થીઓની સીઝન ક્રિકેટ ટીમમાં જિલ્લા કક્ષાએ પસંદગી 

- text


મોરબી : જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા આયોજિત શાળાકીય રમત સ્પર્ધાઓ વર્ષ 2024-25માં સમગ્ર મોરબી જિલ્લામાંથી અંદાજીત 400 વિદ્યાર્થીઓનો સીઝન ક્રિકેટ ટીમની પસંદગી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.

- text

જેમાં સાંદિપની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અંડર-17માં ઠકકર દીપ બીપીનભાઈ તથા વિદ્યાર્થીનીઓમાં અંડર-17માં સોનગ્રા દ્રષ્ટિ અનિલભાઈ, કણઝરીયા ભાવિશા મહેશભાઈની મોરબી જિલ્લા કક્ષાની ટીમમાં પસંદગી થઈ છે. તેઓ જામનગર ખાતે ગુજરાત રાજ્ય કક્ષાની સીઝન ક્રિકેટ ટીમ માટે ટૂંક સમયમાં જવાના છે. તેમને આ સિદ્ધિ બદલ શ્રી સાંદિપની સ્કૂલ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- text