સૌરાષ્ટ્ર – દક્ષિણ ગુજરાતમા હજુ સાત દિવસ વરસાદની આગાહી

- text


ઉપલેટામા અડધો ઇંચ, શિયાળાને બદલે હજુ પણ ચોમાસુ

મોરબી : ચોમાસાની વિદાઇની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 25 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસવાની આગાહી કરી છે. સાથે જ શુક્રવારે રાજકોટના ઉપલેટમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 19 ઓક્ટોબરે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ઉપરાંત કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

જ્યારે 20 ઓક્ટોબરે

- text

મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. તા. 21 ઓક્ટોબરે પણ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

તા. 22 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે 23 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. સાથે જ તા. 24 અને 25ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

- text