મોડી રાત સુધી ફૂટતા ફટાકડા બંધ કરાવવા કલેક્ટરને રજુઆત

- text


રવાપરની બહેનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને કરાઈ લેખિતમાં રજુઆત

મોરબી : મોરબીમાં દિવાળીના તહેવારો દરમ્યાન ફટાકડાના કારણે અવાજ અને ધુમાડાનું પ્રદુષણ થતું હોય સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરાવી મોડી રાત સુધી ફોડવામાં આવતા ફટાકડા બંધ કરાવવા બાબતે રવાપરની સેવાભાવી બહેનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળીના તહેવારો દરમ્યાન છેલ્લા થોડા વર્ષોથી મોડી રાત્રીના કે વહેલી સવાર સુધી બાળકો – વૃદ્ધો – બીમાર દર્દીઓને તકલીફ પડે તેવા ફટાકડા ફોડવામાં આવે છે. જેના કારણે અવાજ અને ધૂમાડાનું પ્રદુષણ થાય છે. જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો સદંતર ભંગ છે. તો સમગ્ર પ્રજાના હિતમાં આ બાબતનો ચુસ્તતાથી અમલ કરાવી તંદુરસ્ત અને સુખી સમાજના આ અભિયાનમાં યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે.

- text

- text