મોરબીના અમરાપર (નાગ) પ્રા. શાળાના વિદ્યાર્થીઓ તીરંદાજી સ્પર્ધામાં ઝળક્યા

- text


મોરબી : અમરાપર (નાગ) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની આર્ચરી (તીરંદાજી) સ્પર્ધામાં ઝળક્યા છે. આજ રોજ તારીખ 18 ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લા કક્ષાનાં SGFI અંતર્ગત આર્ચરી સ્પર્ધા કોયલી મુકામે યોજાઈ હતી. જેમાં અમરાપર (નાગલપર) પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ અંડર 14 (ભાઈઓ)માં બીજા ક્રમે વરણ પ્રિન્સ દેવજીભાઈ અને ચોથા ક્રમે મકવાણા વિશાલ દિલીપભાઈની પસંદગી થઈ છે.

- text

તેમજ અંડર 17 (ભાઈઓ)માં પ્રથમ નંબરે મકવાણા જશમત તેમજ બીજા ક્રમે વરણ નિખિલ સુરેશભાઈની પસંદગી થઈ છે. બહેનોમાં પણ અંડર 14 માં રૂદાતલા ખનકબેન અમિતભાઈની ચોથા ક્રમે પસંદગી થઈ છે. આમ ઉપરોકત તમામ અમરાપર (નાગ) પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં સાપુતારા ખાતે ભાગ લેવા જશે તેમ શાળાના શિક્ષક અને કોચ પરેશભાઈ મિયાત્રા દ્વારા જણાવાયું હતું. તેમજ તમામ વિદ્યાર્થીઓને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text