કર્મચારીઓને સાંજે 6.10 પહેલા કચેરી નહીં છોડવા મોરબી કલેકટરની તાકીદ 

- text


જિલ્લાની તમામ આધારકાર્ડ કીટ માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ

મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓને સમયસર સવારે 10.30 કલાકે હાજર થઇ જવાની સાથે સાંજે 6.10 પહેલા કચેરી નહીં છોડવા તાકીદ કરી સરકારી લેણાંની વસુલાતને અસરકારક અને ઝડપી બનાવવા સૂચના આપી હતી.

રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા તેમજ ધારાસભ્યોની હાજરીમાં યોજાયેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર ઝવેરીએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને કડક સૂચના આપી જિલ્લાની તમામ કચેરીઓમાં 10.30 પહેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓ હાજર થઈ જાય અને સાંજે 6.10 પહેલા કોઈ પણ અધિકારી કે કર્મચારીઓ કચેરી ન છોડે તે માટે તમામ કચેરીઓના વડાઓને તકેદારી રાખવા ગંભીરતાપૂર્વક તાકીદ કરી હતી. સાથે જ જિલ્લામાં મામલતદાર કચેરી સિવાય અન્ય તમામ ઉપલબ્ધ આધારકાર્ડની કીટનો લોકહિતાર્થે ઉપયોગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ તેમણે સૂચન કર્યા હતા.

- text

માળીયા તાલુકામાં વરસાદી સીઝનમાં સર્જાતી પરિસ્થિતિ નિવારવા સબંધિત વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ રેલવેના નાળા, ખીરઈ પાસે પાણી ઓવરલેપીંગ થાય છે તે સ્થળ, રાસંગપર પાસેનું નાળું તથા મીઠાના પાળા સહિત અંગેની કામગીરી ઝડપી કરવા સબંધિત વિભાગોને તાકીદ કરી હતી.

- text